"તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન એક પ્રયાસ છે જે લોકોને શીખવે છે કે ભગવાનના, કૃષ્ણના, કેવી રીતે દર્શન કરવા. જો આપણે અભ્યાસ કરીએ તો કૃષ્ણને જોઈ શકીએ છીએ. જેમ કે કૃષ્ણ કહે છે, રસો અહમ અપ્સુ કૌંતેય (ભ.ગી. ૭.૮). કૃષ્ણ કહે છે, "હું જળનો સ્વાદ છું." આપણે દરેક, આપણે રોજ પાણી પીએ છીએ, એક વાર નહીં, બે કે ત્રણ વાર નહીં - પણ તેના કરતા વધુ. તો જેવું આપણે પાણી પીએ છીએ, જો આપણે વિચારીએ કે જળનો સ્વાદ કૃષ્ણ છે, તરત જ આપણે કૃષ્ણ ભાવનાભાવિત થઈએ છીએ. કૃષ્ણ ભાવનાભાવિત બનવું બહુ મુશ્કેલ કાર્ય નથી. આપણે ફક્ત તેનો અભ્યાસ કરવો પડે."
|