GU/710627 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કોમાં અમૃત બિંદુ બોલે છે
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ]]
Nectar Drops from Srila Prabhupada |
"ભગવદ ગીતામાં તે કહેલું છે, સર્વસ્ય ચાહમ હ્રદી સન્નિવિષ્ઠ: 'હું દરેકના હ્રદયમાં બેઠેલો છું'. મત્ત: સ્મૃતિર જ્ઞાનમ અપોહનમ ચ: (ભ.ગી. ૧૫.૧૫) 'હું દરેકને બુદ્ધિ આપું છું અને સાથે સાથે દરેક પાસેથી બુદ્ધિ લઈ પણ લઉં છું'. પરમાત્મા દ્વારા આ બેવડું કામ કરવામાં આવી રહ્યું છે. એક બાજુએ તેઓ આપણને આત્મ-સાક્ષાત્કારમાં મદદ કરે છે, કેવી રીતે ભગવદ સાક્ષાત્કાર કરવો, અને બીજી બાજુએ તેઓ આપણને ભગવાનને ભૂલી જવામાં પણ મદદ કરે છે. કેવી રીતે તે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, પરમાત્મા તરીકે, આ બેવડું કાર્ય કરે છે? અર્થ છે કે જો આપણે ભગવાનને ભૂલી જવા માંગતા હોઈએ, ભગવાન આપણને એવી રીતે મદદ કરશે કે આપણે જન્મ જન્માંતર સુધી ભગવાનને ભૂલી જઈશું. પણ જો આપણે ભગવાન સાથેનો આપણો સંબંધ પુનઃસ્થાપિત કરવો હોય, તો અંદરથી આપણને તેઓ દરેક રીતે મદદ કરે છે. આ મનુષ્ય જીવન ભગવદ સાક્ષાત્કાર માટેનો એક અવસર છે." |
710627 - ભાષણ ૨ રથયાત્રા મહોત્સવ - સાન ફ્રાન્સિસ્કો |