"જ્યારે તમારી પાસે સેવાનું વલણ હોય છે, ત્યારે કૃષ્ણ પ્રસન્ન થાય છે. આખી પ્રક્રિયા છે, ક્ષમતા પ્રમાણે સેવા કરવી. તો, આ રીતે અથવા તે રીતે સેવા કરવી જરૂરી નથી. ના. શ્રેષ્ઠ ક્ષમતામાં સેવા કરવાની ભાવના હોવી જોઈએ. ઉદાહરણ તરીકે, હું અહીં એક સેવાનું પદ લઈને આવ્યો હતો, કે મારે મારા ગુરુ મહારાજની થોડી સેવા કરવી જ જોઈએ, એવું નહીં કે મેં સફળતાનો વિચાર કર્યો હતો. પરંતુ ભાવ એ હતો કે ગુરુ મહારાજે મને કહ્યું હતું કે મારે કંઇક કરવું જોઈએ, હું જે કઈ પણ કરી શકું. તે નિષ્ફળતા હોઈ શકે છે; તે સફળતા હોઈ શકે છે - ચાલ હું પ્રયત્ન તો કરું. આ સેવા ભાવના એકમાત્ર ધ્યેય છે."
|