GU/710816 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડનમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"બદ્ધ જીવ મતલબ આપણને ચાર અયોગ્યતાઓ હોવી જ જોઈએ. તે શું છે? ભૂલ કરવી, ભ્રમિત થવું, ઠગ બનવું અને અપૂર્ણ ઇન્દ્રિયો ધરાવવી. આ આપણી યોગ્યતાઓ છે. અને આપણે પુસ્તકો અને તત્વજ્ઞાન લખવું છે. જરા જુઓ. વ્યક્તિ તેનું પદ જોતો નથી. અંધ. એક વ્યક્તિ આંધળો છે, અને છતાં તે કહે છે, 'ઠીક છે, મારી સાથે આવો. હું તમને રસ્તો પાર કરાવીશ. આવી જાઓ'. અને જો વ્યક્તિ વિશ્વાસ કરે છે, 'ઠીક છે...' તે પૂછતો નથી કે 'શ્રીમાન, તમે પણ આંધળા છો. હું પણ આંધળો છું. તમે મને રસ્તો પાર કરાવવામાં કેવી રીતે મદદ કરશો?' ના. તે પણ આંધળો છે. આ ચાલી રહ્યું છે. એક આંધળો, એક ઠગ, બીજા આંધળા માણસને છેતરી રહ્યો છે. તેથી મારા ગુરુ મહારાજ કહેતા હતા કે આ ભૌતિક જગત ઠગો અને ઠગાયેલાનો સમાજ છે. બસ તેટલું જ. ઠગ અને ઠગાયેલાઓ. મારે છેતરાવું છે કારણકે હું ભગવાનને સ્વીકાર નથી કરતો. જો ભગવાન છે, તો હું મારા પાપી જીવન માટે જવાબદાર બની જઈશ. તો તેથી મને ભગવાનનો નકાર કરવા દો. 'કોઈ ભગવાન નથી', અથવા 'ભગવાન મૃત છે'. સમાપ્ત."
710816 - ભાષણ શ્રી.ભા. ૧.૧.૨ - લંડન