GU/710820 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડનમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણને સમજવું બહુ મુશ્કેલ વિષય વસ્તુ છે. પણ ભગવાન ચૈતન્યની કૃપાથી આપણે કૃષ્ણ વિશે થોડું સમજી શકીએ છીએ. અને પછી ધીમે ધીમે... અવશ્ય, અંતિમ લક્ષ્ય છે ભગવાન કૃષ્ણની લીલાઓમાં પ્રવેશ કરવો. પણ તર્ક અથવા માનસિક પરિકલ્પના દ્વારા નહીં, ધીમે ધીમે, સમૈ: સમૈ: પ્રાદુર્ભાવે ભવેત ક્રમ: (ભ.ર.સિ. ૧.૪.૧૬). એક કાળક્રમની રીત છે, અથવા ધીમી વિધિ. આદૌ શ્રદ્ધા. સૌ પ્રથમ, શ્રદ્ધા: 'ઓહ, કૃષ્ણ ભાવનામૃત બહુ જ સરસ છે'. આ શ્રદ્ધા છે. આદૌ શ્રદ્ધા તત: સાધુ સંગ: (ચૈ.ચ. મધ્ય ૨૩.૧૪-૧૫). પછી, તે શ્રદ્ધાને વધારવા માટે, આપણે તેવા લોકોનો સંગ કરવો જોઈએ જે વાસ્તવમાં કૃષ્ણ ભાવનામૃત કેળવી અથવા વિકસિત કરી રહ્યા છે. તેને સાધુ સંગ કહેવાય છે (ચૈ.ચ. મધ્ય ૨૨.૮૩). આદૌ શ્રદ્ધા તત:..., અથ ભજન ક્રિયા. પછી, સંગ કર્યા પછી, ભક્તોનો સંગ કર્યા પછી, સ્વાભાવિક રીતે વ્યક્તિ બને છે, મારા કહેવાનો મતલબ, કેવી રીતે ભક્તિમય સેવા શરૂ કરવી તેના વિશે આતુર. તેને દિક્ષા કહેવાય છે. ભજન ક્રિયા."
710820 - ભાષણ શ્રી.ભા. ૧.૧.૩ - લંડન