"મે એક અંધકારમય કૂવો જોયો છે. તમારા દેશમાં, જ્યારે હું જોન લેનનના ઘરે ૧૯૬૯માં મહેમાન તરીકે હતો, અમે એક બગીચામાં એક ઊંડો અંધકારમય કૂવો જોયો. અંધકારમય કૂવો મતલબ એક બહુ જ ઊંડો ખાડો, પણ તે ઘાસથી ઢંકાયેલો હતો. તમે જાણી ના શકો કે એક ઊંડો ખાડો છે, પણ ચાલતા ચાલતા તમે તેની અંદર પડી શકો છો. અને તે પહેલેથી જ ઘાસથી ઢંકાયેલો છે, અને તે બહુ જ ઊંડો છે. જો તમે પડી જાઓ અને તમે બહાર આવવાનો પ્રયત્ન કરો, કારણકે તે એકાંત સ્થળ છે, કોઈ છે નહીં ત્યાં, કોઈ તમને સાંભળી ના શકે, અને તમે કોઈ પણ મદદ વગર ફક્ત મૃત્યુ પામી શકો છો. તો આ જીવનની ભૌતિકવાદી રીત, બહારની દુનિયાના કોઈ પણ જ્ઞાન વગર... બહારની દુનિયા મતલબ, જેમ કે આપણે આ બ્રહ્માણ્ડમાં છીએ. તે ઢંકાયેલું છે. આકાશમાં ગોળ વસ્તુ જે આપણે જોઈએ છીએ, તે આવરણ છે. જેમ કે એક નાળિયેરનું પટલ, અંદરથી અને બહારથી. નાળિયેરના પટલમાં, અંધકાર છે, બહાર પ્રકાશ છે. તેવી જ રીતે, આ બ્રહ્માણ્ડ બિલકુલ એક નાળિયેર જેવુ છે. આપણે અંદર છીએ."
|