"દરેક વ્યક્તિ જીવવાની કોશિશ કરી રહ્યો છે, અસ્તિત્વનો સંઘર્ષ, પણ આ જીવો શરીર પ્રમાણે અલગ અલગ છે. શરીર ઉચ્ચ સત્તા દ્વારા તેના સુખ અને દુ:ખના લક્ષ્ય અનુસાર બન્યું છે. હું એવું ના કહી શકું કે મને આગલા જીવનમાં આવું અને આવું શરીર મળશે. પણ એક અર્થમાં, જો હું બુદ્ધશાળી છું, હું મારું આગલું શરીર બનાવી શકું છું. હું મારું શરીર ચોક્કસ ગ્રહોમાં, ચોક્કસ સમાજમાં રહેવા માટે બનાવી શકું છું. તમે ઉપલા ગ્રહો પર પણ જઈ શકો છો. અને જો હું ઈચ્છું, હું મારું શરીર કૃષ્ણના ધામ, ગોલોક વૃંદાવન, માટે પણ બનાવી શકું છું. તે કાર્ય છે. મનુષ્ય શરીર તે બુદ્ધિ માટે છે, કે 'કયા પ્રકારનું શરીર મને આગલા જીવનમાં મળશે?'"
|