GU/710913 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોમ્બાસામાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણે ભગવાનનો એક નાનકડો અંશ છીએ. ભગવાન એક સોનાના જથ્થા સમાન છે, અને આપણે એક સોનાના કણ છીએ. તો જો કે આપણે નાના કણ છીએ, ગુણથી આપણે સોનું છીએ. ભગવાન સોનું છે; આપણે સોનું છીએ. તો જો તમે તમારા પદને સમજો, તો તમે ભગવાનને પણ સમજી શકો. જેમકે ચોખાના એક કોથળામાથી તમે થોડા દાણા જુઓ, તો તમે સમજી શકો કે કોથળામાના ચોખાનો ગુણ શું છે અને તમે તેનો ભાવ નક્કી કરી શકો. તો જો તમે પોતાને સમજવાનો પ્રયત્ન કરો, તો તમે સમજી શકો કે ભગવાન શું છે. અથવા બીજી રીતે: જો તમે ભગવાનને સમજો, તો તમે બધુ જ સમજો છો. એક વિધિ છે ઉર્ધ્વગામી પદ્ધતિ, એક વિધિ છે અધોગામી પદ્ધતિ."
710913 - ભાષણ ભ.ગી. ૨.૧૩ - મોમ્બાસા