GU/710915 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોમ્બાસામાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
નિષમ્ય કર્માણી ગુણાન અતુલ્યાન
વિર્યાણી લીલા તનુભી: કૃતાની
યદાતિહર્ષોત્પુલકાશ્રુ ગદગદમ
પ્રોત્કંઠ ઉદગાયતી રૌતી નૃત્યતી
(શ્રી.ભા. ૭.૭.૩૪)

"આ રીતે, જેમ તે આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરે છે, પછી ફક્ત નિષમ્ય કર્માણી ગુણાન અતુલ્યાનથી, ફક્ત કૃષ્ણની લીલાઓ સાંભળવાથી, તરત જ તે ઉત્કંઠાથી ભરાઈ જશે અને તેને આંસુ આવશે. આ લક્ષણો છે. નિષમ્ય કર્માણી ગુણાન અતુલ્યાન, વિર્યાણી લીલા તનુભી: કૃતાની. વિર્યાન લીલા: 'ઓહ, કૃષ્ણ કેટલા બધા રાક્ષસોને મારે છે, કૃષ્ણ ગોપીઓ સાથે નૃત્ય કરે છે, કૃષ્ણ તેમના ગોપાળો સાથે રમે છે, કૃષ્ણ ત્યાં જાય છે,' આ લીલા, સ્મરણમ. કૃષ્ણ પુસ્તક મતલબ કૃષ્ણના આ બધા કાર્યોને યાદ કરવા. ફક્ત કૃષ્ણ પુસ્તકને વારંવાર વાંચવાથી, તમે દિવ્ય પદના પૂર્ણ સ્તર પર આવો છો."

710915 - ભાષણ શ્રી.ભા. સ્કંધ ૭ - મોમ્બાસા