"કૃષ્ણ સાથે આપણો શાશ્વત સંબંધ છે કારણ કે આપણે કૃષ્ણના અભિન્ન અંશ છીએ. જેમ પિતા અને પુત્ર શાશ્વત સંબંધ ધરાવે છે. એક પુત્ર પિતા સાથે બળવો કરી શકે છે, પરંતુ પિતા અને પુત્રનો સંબંધ તૂટી ન શકે. એ જ રીતે, આપણે પણ કૃષ્ણ સાથે સંબંધ રાખીએ છીએ. એક કે બીજી રીતે, તે આપણે ભૂલી ગયા છીએ. આ આપણી વર્તમાન સ્થિતિ છે. તેને માયા કહેવાય છે. માયા એટલે જ્યારે આપણે કૃષ્ણ સાથેના આપણા સંબંધોને ભૂલી જઈએ અને ઘણા ખોટા સંબંધો સ્થાપિત કરીએ છીએ. હવે અત્યારે હું વિચારી રહ્યો છું, "હું ભારતીય છું," કોઈ વિચારી રહ્યું છે, "હું અમેરિકન છું," કોઈ વિચારી રહ્યું છે, "હું હિન્દુ છું," કોઈ વિચારી રહ્યું છે, "હું મુસ્લિમ છું." આ સંબંધો બધા ખોટા છે, માયા."
|