GU/720219 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વિશાખાપટ્ટનમ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"મારી અને કૃષ્ણ વચ્ચેનો તફાવત આ છે કે, ધારો કે હું એક સરસ ફૂલના ચિત્રમાં રંગ પૂરું છું: તો મારે બ્રશની જરૂર પડે છે, મારે રંગની જરૂર પડે છે, મને બુદ્ધિની જરૂર છે, મને સમયની જરૂર છે, જેથી એક યા બીજી રીતે, થોડા દિવસોમાં અથવા થોડા મહિનામાં, હું ખૂબ સરસ રંગનું ફૂલ અથવા ફળ બનાવી શકું. પરંતુ કૃષ્ણની શક્તિ એટલી અનુભવી છે કે તેમની શક્તિથી, કરોડો ફૂલો, રંગબેરંગી ફૂલો, એક જ ક્ષણમાં આવી જાય છે. મૂર્ખ વૈજ્ઞાનિકો, તેઓ કહે છે કે તે પ્રકૃતિનું કાર્ય છે. ના. પ્રકૃતિ નિમિત્ત છે. પ્રકૃતિની પાછળ ભગવાનનું, કૃષ્ણનું, મગજ છે. તે કૃષ્ણ ભાવનામૃત છે."
720219 - ચૈતન્ય મઠ ખાતે પ્રવચન - વિશાખાપટ્ટનમ‎