"આ બધી પ્રકૃતિઓ, કૃષ્ણ વિવિધ શક્તિઓ, તેઓ સંઘર્ષ કરી રહી છે, બિનજરૂરી રીતે તેઓ પ્રબળ બનવા માટે સંઘર્ષ કરી રહી છે. આ ભૌતિક વિશ્વમાં, દરેક જણ મુખ્ય બનવાનો પ્રયત્ન કરી રહ્યું છે. એક રાષ્ટ્ર અન્ય રાષ્ટ્રોનું વડું બનવાનું પ્રયાસ કરી રહ્યું છે. એક માણસ બીજા માણસનો વડો બનવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એક ભાઈ બીજા ભાઈથી મુખ્ય બનવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ માયા છે. તો દરેક વ્યક્તિએ પ્રભુત્વની ભાવના છોડી દેવી જોઈએ. પરમ ભગવાનને વર્ચસ્વ પ્રાપ્ત કરાવવા માટે તેમણે સ્વેચ્છાએ આત્મસમર્પણ કરવું જોઈએ. પછી શાંતિ પ્રાપ્ત થશે."
|