"જોકે આપણે નવા ભક્તમાં તેના પૂર્વ અનુભવને કારણે અમુક ખરાબ વર્તાવ જોઈએ છીએ, તો આપણે તેને અભક્ત તરીકે ના લેવો જોઈએ. સાધુર એવ સ મંતવ્ય: (ભ.ગી. ૯.૩૦). તે સાધુ છે - જો તે કૃષ્ણ ભાવનામૃત પર વળગેલો રહે. અને જે પણ ખરાબ આદતો અત્યારે દેખાઈ રહી છે, તે જતી રહેશે. તે જતી રહેશે. તો આપણે અવસર આપવો પડે. કારણકે એક ભક્તની કોઈક ખરાબ આદતો છે, આપણે અસ્વીકાર કરવો ના જોઈએ. આપણે બીજો અવસર આપવો જોઈએ. આપણે બીજો અવસર આપવો જોઈએ, કારણકે તેણે સાચી વસ્તુઓનો સ્વીકાર કર્યો છે, પણ પાછલા વર્તાવને કારણે તે માયાની પકડમાં જતો હોય તેવું લાગે છે. તો આપણે અસ્વીકાર ના કરવો જોઈએ, પણ આપણે અવસર આપવો જોઈએ. એક વ્યક્તિને ધોરણ પર આવવા માટે થોડો વધુ સમય લાગી શકે છે, પણ આપણે તેને અવસર આપવો જોઈએ. જો તે કૃષ્ણ ભાવનામૃતમાં વળગેલો રહે, તરત જ તેની બધી જ ખામીઓ જતી રહેશે. ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા (ભ.ગી. ૯.૩૧). તે પૂર્ણ રીતે ધર્માત્મા બની જશે, મહાત્મા"
|