GU/720526 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આ શરીર મેળવવું મતલબ મને આ ભૌતિક ઈચ્છાઓ છે જે (અસ્પષ્ટ), આ તત્વજ્ઞાન છે. જે પણ વ્યક્તિને આ ભૌતિક શરીર છે, બ્રહ્માથી શરૂઆત કરીને... તે આ સૃષ્ટિના પ્રથમ જીવ છે, સૌથી વધુ બુદ્ધિશાળી, સૌથી વધુ વિદ્વાન, પણ છતાં, કારણકે તેમને આ ભૌતિક શરીર છે, તે અકામ, કોઈ પણ ભૌતિક ઈચ્છાઓથી રહિત, નથી. તેમને પણ ભૌતિક ઈચ્છા છે. તેમને એક બ્રહ્માણ્ડના સર્વોચ્ચ મુખિયા બનવું હતું. જેમ કે આપણે પરિવારના સર્વોચ્ચ મુખિયા બનવાનો પ્રયત્ન કરીએ છીએ, પછી સમાજના, પછી દેશના, એક સંપ્રદાયના. પછી હું મુખિયા બનવાનો પણ પ્રયત્ન કરું છું. આગળ વધતાં જાઓ, આગળ વધતાં જાઓ, માલિકી કરો. તો, જ્યાં સુધી મારે માલિકી કરવી છે, તો આપણે શરીર સ્વીકારવું પડે. તેનો ફરક નથી પડતો કયા પ્રકારનું શરીર. તે બ્રહ્માનું શરીર હોઈ શકે છે, તે બિલાડીનું શરીર હોઈ શકે છે, તે માણસનું શરીર હોઈ શકે છે, તે પક્ષીનું શરીર હોઈ શકે છે, તે પશુનું શરીર હોઈ શકે છે. તે મારી ઈચ્છા પર નિર્ભર છે. પણ જો મને કોઈ ઈચ્છા હોય, ભૌતિક ઈચ્છા હોય, પૂર્ણ કરવા માટે, તો મારે બીજું શરીર સ્વીકારવા તૈયાર રહેવું જ જોઈએ."
720526 - ભાષણ - શ્રી.ભા. ૨.૩.૯ - લોસ એંજલિસ