"'મારા પ્રિય ભગવાન, હું મારા માટે ચિંતિત નથી, કારણકે મારી પાસે વસ્તુ છે. મને કોઈ સમસ્યા નથી કે કેવી રીતે આ અજ્ઞાનને પાર કરવું કે કેવી રીતે વૈકુંઠ જવું કે મુક્ત બનવું. આ સમસ્યાઓનું સમાધાન આવી ગયું છે.' શા માટે? કેવી રીતે સમાધાન થયેલી છે? ત્વદ વીર્ય ગાયન મહામૃત મગ્ન ચિત્ત: 'કારણકે હું હમેશા તમારી લીલાઓના ગુણગાન કરવામાં પ્રવૃત્ત છું, તેથી મારી સમસ્યાઓના ઉકેલ આવી ગયા છે.' તો તમારી સમસ્યા શું છે? સમસ્યા છે શોચે: 'હું પસ્તાવો કરું છું', શોચે તતો વિમુખ ચેતસ:, 'તે લોકો તમને પ્રતિકૂળ છે. તમને પ્રતિકૂળ થવાથી, તેઓ બહુ જ મહેનત કરી રહ્યા છે', માયા સુખાય, 'કહેવાતી ખુશી માટે, આ ધૂર્તો. તો હું ફક્ત તેમના માટે પસ્તાવો કરું છું'. આ આપણો વૈષ્ણવ સિદ્ધાંત છે. જે વ્યક્તિ કૃષ્ણના ચરણ કમળની શરણ લીધી છે, તેને કોઈ સમસ્યા નથી. પણ તેની એક માત્ર સમસ્યા છે કે કેવી રીતે આ ધૂર્તો, કે જે કૃષ્ણને ભૂલીને ફક્ત પરિશ્રમ કરી રહ્યા છે, તેમનો ઉદ્ધાર કેવી રીતે કરવો. તે સમસ્યા છે."
|