"શ્રી ભગવાન ઉવાચ. ભગવાન, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, કૃષ્ણ, તેઓ અવતરિત થાય છે, અવતાર. સંસ્કૃત શબ્દ અવતાર, અવતાર મતલબ જે ઉપરથી નીચે આવે છે; નીચે આવે છે, અવતરિત થાય છે. શા માટે તેઓ આવે છે? પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ (ભ.ગી. ૪.૮). બે પ્રકારના માણસો હોય છે - એક છે સાધુ અને બીજા છે દુષ્ટો. સાધુ મતલબ ભગવાનના ભક્તો, અને દુષ્ટો મતલબ હમેશા પાપમય કાર્યો કરતાં. બસ તેટલું જ. તો તમે આ ભૌતિક જગતમાં ગમે ત્યાં જાઓ, આ બે પ્રકારના માણસો હશે. એકને દેવ અથવા ભક્ત કહેવાય છે, અને બીજાને અભક્ત અથવા દાનવ કહેવાય છે. તો કૃષ્ણ આવે છે... તે બંને બદ્ધ છે, એક વ્યક્તિ દાનવ બન્યો છે અને બીજો... અવશ્ય, ભક્ત ઉચ્ચ સ્તર પર છે, તે બદ્ધ નથી; તે મુક્ત છે, આ જીવનમાં પણ મુક્ત. તો કૃષ્ણ આવે છે, તેમને બે કાર્યો હોય છે: ભક્તોને બચાવવા અથવા પાછા લઈ જવા અને અભક્તોનો વિનાશ કરવો."
|