"દરેક વ્યક્તિને ચોક્કસ પ્રકારનો ધર્મ અથવા વ્યવસાય હોય છે. તે ઠીક છે. ધર્મ સ્વાનુસ્થિત: પુંસામ (શ્રી.ભા. ૧.૨.૮). પરિણામ હશે... એક ચોક્કસ પ્રકારના ધર્મનું પાલન કરીને, પરિણામ હશે જ. પરિણામ છે, 'હું કેવી રીતે ભગવદ ધામ જઈશ'. જો તે ઈચ્છા વિકસિત નથી થતી, તે ફક્ત સમયનો વ્યય છે. તમે આ ધર્મ અથવા તે ધર્મનો ઢોંગ કરી શકો છો, તેનો કોઈ ફરક નથી પડતો. તમે અંધવિશ્વાસ અને આ અને તે વિધિઓનું પાલન કરીને માત્ર સમય બરબાદ કરી રહ્યા છો. તે તમને મદદ નહીં કરે. ફલેન પરિચિયતે. શું તમે આ ચેતનામાં આવ્યા છો, 'હું શું છું? હું પદાર્થ નથી; હું આત્મા છું. મારે મારી મૂળ આત્મા પાસે જવું પડે'. તે.. તેની જરૂર છે. તો ક્યાં તો તમે યહૂદી હોવ અથવા હિન્દુ હોવ અથવા ખ્રિસ્તી - આપણે જોવું છે કે શું તમે તે ચેતના જાગૃત કરી છે. જો તે નથી, તો તમે ફક્ત સમય બરબાદ કર્યો છે. ભલે તમે હિન્દુ અથવા બ્રાહ્મણ અથવા આ કે તે હોવ, તેનો કોઈ ફરક નથી પડતો. શ્રમ એવ હી કેવલમ (શ્રી.ભા. ૧.૨.૮). ફક્ત સમયનો બગાડ."
|