"કૃષ્ણ દરેકને માટે છે. એવું ના વિચારો કે કૃષ્ણ, જેમ તે તમારા અંગ્રેજી શબ્દકોષમાં લખેલું છે, 'કૃષ્ણ એક હિન્દુ ભગવાન છે'. તેઓ હિન્દુ નથી, તેઓ મુસ્લિમ નથી, કે તેઓ ખ્રિસ્તી નથી. તેઓ ભગવાન છે. ભગવાન હિન્દુ અથવા મુસ્લિમ અથવા ખ્રિસ્તી નથી હોતા. તે શારીરિક ઉપાધિઓ છે, 'હું હિન્દુ છું, તમે ખ્રિસ્તી છો'. આ શરીર.. જેમ કે વસ્ત્ર. તમારે કોઈ કાળો કોટ છે, બીજા પાસે કોઈ સફેદ કોટ છે. તેનો મતલબ એવો નથી કે આપણે અલગ કોટ અથવા શર્ટમાં છીએ એટ્લે આપણે અલગ છીએ. મનુષ્ય તરીકે, આપણે બધા ભગવાનની સંતાન છીએ. આપણે એક છીએ. આ ખ્યાલ હોય છે. તો વર્તમાન સમયે, આપણે દુનિયાને આ શર્ટ અને કોટના આધારે વિભાજિત કરી દીધી છે. તે છે નહીં. તે સારું નથી. વાસ્તવમાં, આખી દુનિયા અથવા આખું બ્રહ્માણ્ડ ભગવાનનું છે. આ કૃષ્ણ ભાવનામૃત છે."
|