"કૃષ્ણ સર્વ-આકર્ષક છે; તેથી, તેમની વાતો પણ આકર્ષક હોય છે. આપણી કૃષ્ણ પુસ્તકમાં કૃષ્ણ વિશે કેટલી બધી વાતો છે, જન્મ કર્મ મે દિવ્યમ (ભ.ગી. ૪.૯), તેમના જન્મ વિશે, તેમના પોતાના સાચા પિતાથી બીજા પાલક પિતાના ઘરે ફેરબદલ વિશે, પછી કૃષ્ણ પર કંસના રાક્ષસોના આક્રમણ વિશે. આ બધા કાર્યો, જો આપણે ફક્ત અભ્યાસ કરીએ અને કૃષ્ણ સંપ્રશ્ન: સાંભળીએ, તો આપણે મુક્ત થઈએ છીએ. કોઈ પણ સંદેહ વગર, આપણી મુક્તિ સુનિશ્ચિત છે, ફક્ત કૃષ્ણ વિશે સાંભળવાથી. કૃષ્ણ તેથી આવે છે, ઘણા બધા કાર્યો. ન મામ કર્માણી લીમ્પન્તિ ન મે કર્મ ફલે સ્પૃહા (ભ.ગી. ૪.૧૪). કૃષ્ણ કહે છે કે તેમણે કશું જ કરવાનું હોતું નથી. તેમણે શું કરવાનું હોય? પણ છતાં, તેઓ ઘણા બધા રાક્ષસોને મારી રહ્યા છીએ, તેઓ તેમના ઘણા બધા ભક્તોને રક્ષા આપી રહ્યા છે. કારણકે તેઓ જે ધાર્મિક સિદ્ધાંત છે તેને પુનઃસ્થાપિત કરવા આવ્યા છે, તો તેમના વ્યક્તિગત કાર્યો દ્વારા તેઓ સ્થાપિત કરે છે."
|