GU/720801 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગ્લાસગોમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"માત્ર સમજવાનો પ્રયત્ન કરો કે આપણે કેટલા અજ્ઞાની છીએ. આપણે બધા અજ્ઞાનમાં છીએ. આ શિક્ષાની જરૂર છે કારણકે લોકો, આ અજ્ઞાનને કારણે, તેઓ એક બીજા સાથે લડી રહ્યા છે. એક દેશ બીજા દેશ સાથે લડી રહ્યો છે, એક ધાર્મિકવાદી બીજા ધર્મ સાથે લડી રહ્યો છે. પણ આ બધુ અજ્ઞાન પર આધારિત છે. હું આ શરીર નથી. તેથી શાસ્ત્ર કહે છે, યસ્યાત્મ બુદ્ધિ કુણપે ત્રિ-ધાતુકે (શ્રી.ભા. ૧૦.૮૪.૧૩). આત્મ-બુદ્ધિ કુણપે, આ (શરીર) એક હાડકાં અને માંસનો કોથળો છે, અને તે ત્રણ ધાતુઓનો બનેલો છે. ધાતુ મતલબ તત્વ. આ વેદિક શિક્ષા છે. સમજવાનો પ્રયત્ન કરો કે તમે આ ભૌતિક જગતના નથી. તમે આધ્યાત્મિક જગતના છો. તમે ભગવાનના અંશ છો."
720801 - ભાષણ - ભ.ગી. ૨.૧૧ - ગ્લાસગો