"તો આ ધૂર્તો, તેઓ જાણતા નથી કે 'હું કેવી રીતે ભગવાનને જોઈ શકું જો મારી પાસે યોગ્યતા ના હોય તો?' યંત્ર ખરાબ થઈ ગયું છે, હું યંત્રને જોઉ છું. અને ઇજનેર, મેકેનિક, તે પણ યંત્રને જુએ છે. પણ તેનું જોવું અને મારૂ જોવું અલગ છે. તે જોવા માટે યોગ્ય છે. તેથી જ્યારે યંત્ર બગડી જાય છે, તરત જ તે કોઈ ભાગને સ્પર્શ કરે છે, તે ચાલવા માંડે છે. તો જો એક યંત્રને આટલી યોગ્યતાની જરૂર હોય, અને આપણે ભગવાનને કોઈ પણ યોગ્યતા વગર જોવા છે? જરા મજાક જુઓ. કોઈ પણ યોગ્યતા વગર. ધૂર્ત, તે લોકો ધૂર્તો છે, એટલા મૂર્ખ, કે તેમને તેમની ઉપદ્રવી યોગ્યતાથી ભગવાનને જોવા છે."
|