"જ્યારે આપણને આ મનુષ્ય શરીર મળે છે, તે બસ કૃષ્ણના શરીરનું પ્રતિબિંબ છે. કૃષ્ણને બે હાથ છે; આપણને બે હાથ છે. કૃષ્ણને બે પગ છે; આપણને બે પગ છે. પણ આ શરીર અને કૃષ્ણના શરીરમાં જે ફરક છે તે આ શ્લોકમાં કહેલો છે, અંગાની યસ્ય સકલેન્દ્રિય વૃત્તિ મંતી (બ્ર.સં. ૫.૩૨). અહી, આપણા બે હાથોથી, આપણે કોઈ વસ્તુ પકડી શકીએ પણ આપણે વાત ના કરી શકીએ. પણ કૃષ્ણ તેમના હાથોથી વાત કરી શકે. અથવા આપણા પગથી આપણે માત્ર ચાલી જ શકીએ, પણ આપણે કોઈ વસ્તુ પકડી ના શકીએ. પણ કૃષ્ણ પકડી પણ શકે છે. આપણી આંખોથી આપણે જોઈ શકીએ છીએ, આપણે ખાઈ ના શકીએ. પણ કૃષ્ણ તેમની આંખોથી જોઈ શકે છે અને ખાઈ શકે છે અને સાંભળી પણ શકે છે. તે આ શ્લોકની સમજૂતી છે. અંગાની યસ્ય સકલેન્દ્રિય વૃત્તિ મંતી 'દરેકે દરેક ભાગ શરીરના બીજા ભાગનું કાર્ય કરે છે'. તેને પરમ નિરપેક્ષ કહેવાય છે."
|