"કૃષ્ણને ઘણા નામો છે, નામ્નામ અકારી બહુધા નિજ સર્વ શક્તિસ (શિક્ષાષ્ટક ૨). તો બધા જ નામોમાં બે નામ બહુ જ મહત્વના છે: રામ અને કૃષ્ણ. તેથી હરે કૃષ્ણ મંત્રમાં, રામ અને કૃષ્ણ છે, અને કૃષ્ણની શક્તિ હરે. તો શાસ્ત્રમાં તે કહ્યું છે કે વિષ્ણુના એક હજાર નામ... વિષ્ણુના એક હજાર નામો હોય છે, વિષ્ણુસહસ્ત્રનામ. જો વ્યક્તિ વિષ્ણુનું નામ એક હજાર વાર જપ કરે - તે એક વાર રામ નામ બરાબર હોય છે. અને ત્રણ વાર રામના નામનો જપ એક 'કૃષ્ણ' બરાબર હોય છે. તેથી આપણે હરે કૃષ્ણ જપનો લાભ લેવો જોઈએ. જોકે કૃષ્ણના ઘણા નામો છે, 'કૃષ્ણ' મુખ્ય નામ છે, અને ભગવાન ચૈતન્યે જપ કર્યો હતો હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે."
|