"આ ભૌતિક સૃષ્ટિની રચનાની કોઈ જરૂર હતી નહીં. અમુક ધૂર્તોએ પ્રશ્ન કર્યો હતો કે 'શા માટે ભગવાને આ દુ:ખમય દુનિયાની રચના કરી' પણ તમારે જોઈતું હતું; તેથી ભગવાને તમને આપ્યું. યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામી અહમ (ભ.ગી. ૪.૧૧). કૃષ્ણ કહે છે. કૃષ્ણ બહુ જ દયાળુ છે. તમારે આવી વસ્તુ જોઈતી હતી. તે જ ઉદાહરણ, જેલ. જેલ, સરકાર પ્રચાર નથી કરતી, 'મહેરબાની કરીને, તમે બધા સજજનો અને નારીઓ, અહી આવો'. ના. તમે જાઓ છો. તમે જાઓ છો. તેવી જ રીતે, આ ભૌતિક દુનિયાની રચના તમારા માટે કરવામાં આવી છે કારણકે તમને તે જોઈતું હતું. અને અહી તમે આશા ના રાખી શકો..., જેવુ તમે જેલમાં બહુ જ આરામથી રહેવાની આશા ના રાખી શકો... કારણકે છેવટે, તે જેલ છે. ત્યાં ભારે દુ:ખ હશે જ જેથી તમે ફરીથી ના આવો."
|