"જ્યારે તમે દીક્ષા લો છો, તમે વચન આપો છો, 'કોઈ અવૈધ મૈથુન નહીં, કોઈ નશો નહીં, કોઈ માંસાહાર નહીં, કોઈ જુગાર નહીં'. અને જો તમે આ બધી વસ્તુઓ ખાનગી રીતે કરો, તો તમે કયા પ્રકારના માણસ છો? ઠગ ના બનશો. સરળ બનો. જ્યારે તમે વચન આપો છો કે 'અમે આ વસ્તુઓ નહીં કરીએ', ફરીથી તે નહીં કરો. તો તમે સત્વગુણમાં રહો છો. કોઈ પણ તમને વિચલિત નહીં કરી શકે. અને જો તમે પોતાને ચુપકેથી દૂષિત કરો છો, તો આ સત્વગુણ જતો રહેશે. તો આ ચેતવણી છે. એક વાર તમે દિક્ષિત થાઓ છો તે વચન પર કે તમે આ બધો બકવાસ નહીં કરો, તો તમે પૂર્ણ રીતે સત્વગુણમાં રહો છો. મામ એવ યે પ્રપદ્યન્તે માયામ એતામ તરન્તિ (ભ.ગી. ૭.૧૪). માયા કશું ના કરી શકે. અને જો તમે પોતાને છેતરો, તમારા ગુરુને છેતરો, ભગવાનને છેતરો, તો તમે માયા દ્વારા છેતરાશો."
|