"જે વ્યક્તિ વિચલિત નથી થતો, તે ધીર કહેવાય છે. તો જ્યારે એક માણસ મૃત્યુ પામે છે, માણસના સંબંધીઓ પસ્તાવો કરે છે, "ઓહ, મારા પિતા જતાં રહ્યા," "મારી બહેન જતી રહી," "મારી પત્ની..." પણ જો તમે ધીર બનો, તો તમે ગૂંચવાતા નથી. જેમ કે તમારો મિત્ર અથવા તમારા પિતા એક ઘરમાથી બીજા ઘરમાં જાય છે, કોણ વિચલિત થાય છે? ના, તે ઠીક છે. તે આ એપાર્ટમેંટમાં હતા, હવે તેઓ બીજા એપાર્ટમેંટમાં જતાં રહ્યા છે, તો વ્યાકુળ અથવા વિચલિત થવાનો કોઈ પ્રશ્ન જ નથી. તેવી જ રીતે, જે વ્યક્તિ એક શરીરમાથી બીજા શરીરમાં આત્માના સ્થાનાંતરનું કારણ જાણે છે, તે તેના મિત્ર અથવા સંબંધીના મૃત્યુ પર વ્યાકુળ નથી થતો. તે બધુ જ જાણે છે, અને તે જાણે છે કે શાસ્ત્રના સંદર્ભમાં તેનો મિત્ર ક્યાં ગયો છે."
|