GU/721023 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવન માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ એક લક્ષણ છે કે કોઈ કૃષ્ણ ભાવનામૃતમાં કેવી રીતે પ્રગતિ કરી રહ્યું છે. તેનો અર્થ છે કે તેના ચારિત્ર્યમાં બધા જ સારા ગુણો દેખાશે. તે વ્યાવહારિક છે. કોઈપણ પરીક્ષણ કરી શકે છે. જેમ કે આ છોકરાઓ, આ છોકરીઓ, યુરોપિયન, અમેરિકન છોકરાઓ અને છોકરીઓ જેમણે આ કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કર્યું છે, જરા જુઓ કે તેમની ખરાબ ટેવો કેવી રીતે સંપૂર્ણ પણે બંધ થઈ ગઈ છે. સર્વૈર ગુણૈસ તત્ર સમાસતે સુરા:. બધા જ સારા ગુણો વિકસિત થશે. તમે વ્યવહારીક રીતે જુઓ. આ યુવાન છોકરાઓ અને છોકરીઓ, તેમણે ક્યારેય મને કહ્યું નથી કે 'મને થોડા પૈસા આપો. હું સિનેમા જઇશ', અથવા' હું સિગરેટનું એક પેકેટ ખરીદીશ. હું દારૂ પીશ'. ના. આ વ્યવહારિક છે. અને દરેક વ્યક્તિ જાણે છે કે તેમના જન્મથી જ, તેઓ માંસ ખાવા માટે ટેવાયેલા છે, અને... હું જાણતો નથી કે શું શરૂઆતથી જ તેઓ માદક પદાર્થ લેવા માટે ટેવાયલા છે કે નહીં. પરંતુ વાસ્તવમાં તેઓ આ બાબતોમાં ટેવાયેલા હતા, પરંતુ તેમણે એકદમ છોડી દીધું છે. તેઓ ચા, કોફી, સિગરેટ, કંઈપણ પીતા નથી. સર્વૈર ગુણૈસ તત્ર સમાસતે... આ કસોટી છે. માણસ ભક્ત બની ગયો છે, સાથે સાથે ધૂમ્રપાન પણ કરે છે - આ હાસ્યાસ્પદ છે. આ હાસ્યાસ્પદ છે."
721023 - ભાષણ શ્રી.ભા. ૧.૨.૧૨ - વૃંદાવન‎