GU/721026 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો તમે ફક્ત કૃષ્ણને તમારી આંખો વડે જુઓ, તો તમારી આંખો શુદ્ધ થશે અને આધ્યાત્મિક થશે. કારણકે તમે સ્પર્શ કરી રહ્યા છો... જેમ કે જો તમે હમેશા પોતાને અગ્નિના સ્પર્શમાં રાખો, તમે ગરમ બનો છો. ગરમ, વધુ ગરમ, વધુ ગરમ. જો તમે લોખંડના સળિયાને અગ્નિમાં રાખો, તે ગરમ બને છે, વધુ ગરમ, અને છેલ્લે, તે લાલચોળ બને છે. જ્યારે તે લાલ ચોળ છે, તે અગ્નિ છે; તે પછી લોખંડનો સળિયો નથી રહેતો. તમે તે લાલચોળ સળિયાને કોઈ પણ જગ્યાએ સ્પર્શ કરો, તે દઝાડશે. તેવી જ રીતે, જો તમે હમેશા કૃષ્ણના સંપર્કમાં રહેશો, તમે કૃષ્ણ ભાવનાભાવિત બનશો, અને તમે સમજી શકશો કે કૃષ્ણ શું છે."
721026 - ભાષણ ભક્તિરસામૃતસિંધુ - વૃંદાવન