"એક ભક્ત, તેણે ચૈતન્ય મહાપ્રભુને વિનંતી કરી, 'મારા પ્રભુ, તમે આવ્યા છો. કૃપા કરીને તમે બ્રહ્માણ્ડના બધા જ લોકોને મુક્ત કરો, અને જો તેઓ પાપી છે, તો તેમના બધા જ પાપો હું લઈ લઉં, પણ તેમને મુક્ત કરી દો'. આ વૈષ્ણવ સિદ્ધાંત છે. 'બીજા લોકો ભગવાનની કૃપાથી મુક્ત થવા જોઈએ; હું ભલે નર્કમાં સડું. તેનો ફરક નથી પડતો'. એવું નહીં કે 'સૌ પ્રથમ હું સ્વર્ગમાં જાઉં, અને બીજા ભલે સડે'. આ વૈષ્ણવ સિદ્ધાંત નથી. વૈષ્ણવ સિદ્ધાંત છે કે, 'હું ભલે નર્કમાં સડું, પણ બીજા મુક્ત થવા જોઈએ'. પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમ: (મંગલાચરણ ૯). વૈષ્ણવ બધા જ બદ્ધ આત્માઓના ઉદ્ધાર માટે છે."
|