"બાળક જીદ કરી રહ્યો છે: 'પિતાજી, મારે આ જોઈએ છે'. પિતા કહે છે, 'ના, તે તું ના લઈ શકે'. 'હું તેને સ્પર્શ કરીશ. હું અગ્નિને સ્પર્શ કરીશ'. પિતા કહે છે, 'ના, સ્પર્શ ના કરીશ'. પણ તે જીદ કરી રહ્યો છે અને રડી રહ્યો છે, તો પિતા કહે છે, 'ઠીક છે, તું સ્પર્શ કર'. તેવી જ રીતે, આપણે આપણું પોતાનું સદભાગ્ય અને દુર્ભાગ્ય રચ્યું છે. યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામી અહમ (ભ.ગી. ૪.૧૧). તો પિતા ઈચ્છે છે કે આપણે બીજું કઈ કરીએ, પણ આપણે પિતાની ઇચ્છાથી વિરુદ્ધ કઈક કરવું છે. તેવી જ રીતે, કૃષ્ણ ઈચ્છે છે કે આપણે દરેક તેમને શરણાગત થઈએ અને તેમના નિર્દેશન હેઠળ કાર્ય કરીએ, પણ આપણે તેમની ઈચ્છાથી વિરુદ્ધ જવું છે. તેથી આપણે આપણું પોતાનું સદભાગ્ય અને દુર્ભાગ્ય રચીએ છીએ. તે રીત છે."
|