"ભેજીરે મુનય: અથાગ્રે ભગવંતમ અધોક્ષજમ (શ્રી.ભા. ૧.૨.૨૫). ઘણા બધા સિદ્ધાંતો હોય છે - તે હકીકત નથી - કે અંતિમ પરમ નિરપેક્ષ સત્ય નિરાકાર છે. પણ અહી તમે જોશો કે અગ્રે, શરૂઆતમાં, સૃષ્ટિની રચના પછી, બધા જ ઋષિઓ... સૌ પ્રથમ, બ્રહ્મા હતા. અને પછી તેમણે ઘણા બધા સાધુ વ્યક્તિઓની રચના કરી, મરીચ્યાદી, મહાન ઋષિઓ. અને તેમણે પણ પોતાને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત કર્યા. નિરાકાર નહીં; શરૂઆતથી જ. ભેજીરે મુનય: અથ અગ્રે. શરૂઆતથી જ. ભગવંતમ અધોક્ષજમ. અધોક્ષજમ આપણે ઘણી વાર વર્ણન કર્યું છે: 'આપણી ઇન્દ્રિય સમજણથી પરે'. પરમ નિરપેક્ષ સત્ય એક વ્યક્તિ છે, તે સમજવું બહુ મુશ્કેલ છે."
|