GU/721129 ભાષણ - શ્રીલ પ્રભુપાદ હૈદરાબાદમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આધુનિક સમાજ છે કે કેવી રીતે સારી રીતે ખાવું, કેવી રીતે સારી રીતે ઊંઘવું, કેવી રીતે સારી રીતે મૈથુન જીવન જીવવું, અને કેવી રીતે સારી રીતે રક્ષા કરવી. ફક્ત આ ચાર સિદ્ધાંતો જ શીખવાડવામાં આવી રહ્યા છે. તેમને કોઈ ખ્યાલ જ નથી કે આત્મા શું છે, ભગવાન શું છે, આત્મા સાથેનો સંબંધ શું છે. તો આ છે, આ પ્રકારનો સમાજ વધી રહ્યો છે. તો જરા કલ્પના કરો કે ચાર લાખ વર્ષો પછી કેટલો વધી જશે. કલિયુગને શરૂ થયા ફક્ત પાંચ હજાર વર્ષો જ વિત્યા છે. આ પાંચ હજાર વર્ષોમાં, આપણે આટલા બધા પતિત થઈ ગયા છીએ, માયા દ્વારા ભ્રમિત જેને સમાજનો વિકાસ કહેવાય છે. આ માયા છે. તો જેટલા દિવસો વધુ પસાર થશે, આપણે વધુ ભ્રમિત થઈશું. તો ભગવાનને સમજવાની કોઈ ક્ષમતા નહીં રહે. તે સમયે, ભગવાન આ બધી જ જનતાનો તેમનું ગળું કાપીને વિનાશ કરવા માટે આવશે. તે છે કલકી અવતાર."
721129 - ભાષણ ભ.ગી. ૨.૨૫ - હૈદરાબાદ