"વર્તમાન સમયે, આપણે વિચારી રહ્યા છે કે કારણકે આપણે ટેબલ અને ખુરશીઓ પર ખાઈ રહ્યા છીએ, આપણે પ્રગતિ કરી રહ્યા છીએ. તે આપણી ભૂલ છે. તે કોઈ પ્રગતિ નથી. ખાવું... ખાવાનો લાભ, જે પણ તમે ખાઓ છો અથવા પ્રાણી ખાય છે, તે એક જ છે. ખાવું મતલબ શરીર અને આત્માને સાથે જાળવી રાખવું. તો ખાવાની રીતમાં વિકાસ કરીને, તેનો મતલબ સમાજનો વિકાસ નથી. ઊંઘવાની રીતમાં વિકાસ, તેનો મતલબ સમાજનો વિકાસ નથી. તેવી જ રીતે, મૈથુન જીવનમાં વિકાસ, તેનો મતલબ સમાજનો વિકાસ નથી. અથવા સંરક્ષણમાં વિકાસ, શત્રુને મારવા માટે પરમાણુ બોમ્બની શોધ, તે પણ સમાજનો વિકાસ નથી. સમાજનો વિકાસ છે કે તમે આત્મા અને આત્માના અંતિમ લક્ષ્યને જાણવામાં કેટલો વિકાસ કર્યો છે, કેવી રીતે આત્મા એક શરીરમાથી બીજા શરીરમાં સ્થાનાંતર કરે છે."
|