"જો તમે કૃષ્ણની સેવા કરો, તો આપણે પ્રતિબિંબ છીએ. આપણે પ્રતિબિંબ છીએ. કૃષ્ણ સંતુષ્ટ થવાથી, તરત જ આપણે સંતુષ્ટ થઈએ છીએ. તો જો તમારે શાંતિ જોઈતી હોય, સંતુષ્ટિ, તો તમારે કૃષ્ણને સંતુષ્ટ કરવા પડે. તે રીત છે. જેમ કે અરીસામાં પ્રતિબિંબને શણગારો - તે શક્ય નથી. તમે વાસ્તવિકતાને, વ્યક્તિને, શણગારો, અને અરીસાનું પ્રતિબિંબ શણગારાઈ જશે. આ વિધિ છે. કૃષ્ણ તમારા શણગારની ઝંખના નથી કરતાં, તમારા સરસ ભોજન પાછળ, કારણકે તેઓ પૂર્ણ સિદ્ધ છે, આત્મારામ. તેઓ કોઈ પણ પ્રકારની સુવિધાની રચના કરી શકે છે, તેઓ એટલા શક્તિશાળી છે. પણ તેઓ એટલા દયાળુ છે કે તેઓ તમારી સમક્ષ એવા રૂપમાં આવે છે કે જેમાં તમે તેમની સેવા કરી શકો: તેમની અર્ચ-મૂર્તિ. કૃષ્ણ એટલા દયાળુ છે. કારણકે તમે વર્તમાન સમયે કૃષ્ણને તેમના આધ્યાત્મિક વ્યક્તિત્વમાં જોઈ ના શકો, તેથી કૃષ્ણ તમારી સમક્ષ પથ્થર, લાકડામાં આવે છે. પણ તેઓ પથ્થર નથી; તેઓ લાકડું નથી."
|