"જ્યારે હું ૧૯૬૬માં અમેરિકામાં હતો, એક અમેરિકન મહિલાએ મને ભગવદ ગીતાની એક અંગ્રેજી આવૃત્તિ ભલામણ કરવા કહ્યું જેથી તે વાંચી શકે. પણ, પ્રામાણિક પણે, હું તેમાથી કોઈ પણ ભલામણ ના કરી શક્યો, તેમની તરંગી સમજૂતીને કારણે. તે વસ્તુએ મને ભગવદ ગીતા તેને મૂળ રૂપે લખવા માટે પ્રેરણા આપી. અને વર્તમાન સમયે, ભગવદ ગીતા તેના મૂળ રૂપે, મેકમિલન કંપની દ્વારા પ્રકાશિત થઈ રહી છે, જે દુનિયામાં સૌથી મોટા પ્રકાશક છે. અને અમે ઘણું સારું કરી રહ્યા છીએ. અમે ભગવદ ગીતા તેના મૂળ રૂપેની નાની આવૃત્તિ ૧૯૬૮માં પ્રકાશિત કરી હતી. તે ખૂબ જ વેચાઈ. મેકમિલન કંપનીના વેચાણ પ્રબંધકે નોંધ લીધી કે અમારી પુસ્તકો વધુ અને વધુ વેચાઈ રહી હતી; બીજી ઘટી રહી હતી. પછી હમણાંજ, આ ૧૯૭૨માં, અમે આ ભગવદ ગીતા તેના મૂળ રૂપેની પૂર્ણ આવૃત્તિ પ્રકાશિત કરી."
|