"હું લોસ એંજલિસમાં દરિયાની ફક્ત ત્રણ ફૂટ દૂરથી જ ચાલી રહ્યો હતો. તો હું મારા વિદ્યાર્થીઓને સમજાવતો હતો, 'અત્યારે, હું દરિયાથી ફક્ત ત્રણ ફૂટ દૂર છું, અને દરિયો એટલો વિશાળ છે. કોઈ પણ ક્ષણે તે આપણને ડૂબાડી શકે છે. પણ શા માટે તમને વિશ્વાસ છે કે દરિયો અહિયાં નહીં આવે?' કારણકે આપણને ખબર છે, ભગવાનની આજ્ઞાથી, ભલે દરિયો, મહાસાગર, એટલો વિશાળ છે, પણ તે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન ના કરી શકે. કે તમે મોટા છો, તે ઠીક છે. પણ તમે આ સીમાથી આગળ ના આવી શકો. તો આ વસ્તુઓની વ્યવસ્થા થઈ રહી છે, અને કોઈ ભગવાન નથી? શું બકવાસ છે. જો વસ્તુઓ... જેમ કે તમે એક ઘર પાસેથી પસાર થાઓ છો, ક્યારેક તમે જોતાં નથી..., ઘરની યોગ્ય રીતે કાળજી નથી રાખવામા આવી, અથવા ઘરની બહાર કોઈ પ્રકાશ નથી, ઘણો બધો કચરો છે - આપણે તરત જ કહીએ છીએ, 'ઓહ, આ ઘરમાં કોઈ માણસ નથી'. અને જેવુ તમે જુઓ કે ઘર બહુ જ સરસ રીતે રાખવામા આવ્યું છે, પ્રકાશ છે અને બગીચો સરસ છે, આપણે સમજી જઈએ છીએ કે ત્યાં એક માણસ છે. તો આ સામાન્ય બુદ્ધિ છે. જો વસ્તુઓ ચાલતી હોય, બધી જ વસ્તુઓ સરસ રીતે ચાલતી હોય, તમે કેવી રીતે કહી શકો કે કોઈ વ્યવસ્થા નથી, કોઈ મગજ નથી? તમે કેવી રીતે કહી શકો? આ બકવાસ શું છે? હમ્મ? તમે કેવી રીતે કહી શકો કે કોઈ ભગવાન નથી?"
|