GU/730710 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડનમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભૌતિક જગત મતલબ આ પાંચ તત્વો, સ્થૂળ અને સૂક્ષ્મ. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ, આ સ્થૂળ છે. અને મન, બુદ્ધિ અને અહંકાર, આ સૂક્ષ્મ છે. આ તત્વો, ભૌતિક તત્વો, કૃષ્ણ કહે છે, ભિન્ના મે પ્રકૃતિર અષ્ટધા (ભ.ગી. ૭.૪): 'આ ભૌતિક તત્વો, તેઓ અલગ છે, પણ તેઓ મારી શક્તિ છે. તેઓ મારી શક્તિ છે'. તે જ ઉદાહરણ: જેમ કે વાદળ. વાદળ સૂર્ય દ્વારા સર્જાયેલું છે. તે સૂર્યની શક્તિ છે જે વાદળની રચના કરે છે. તમે જાણો છો. તાપમાનથી દરિયાના પાણીનું બાષ્પીભવન થાય છે, વાયુ બને છે. તે વાદળ છે. તો વાદળ સૂર્યની શક્તિનું બનેલું છે, પણ જ્યારે વાદળ હોય છે તમે સૂર્યને નથી જોઈ શકતા; સૂર્ય ઢંકાઈ જાય છે. તેવી જ રીતે, ભૌતિક શક્તિ કૃષ્ણની શક્તિ છે. પણ જ્યારે તમે આ ભૌતિક શક્તિથી ઢંકાઈ જાઓ છો, તમે કૃષ્ણને જોઈ નથી શકતા. આ સ્થિતિ છે."
730710 - ભાષણ ભ.ગી. ૧.૪-૫ - લંડન