"સ્ત્રી મતલબ જે વિસ્તૃત થાય છે. વિસ્તાર, વિસ્તરણ. હું એકલો છું. હું પત્નીને સ્વીકારું છું, સ્ત્રી, અને તેના સહકારથી હું વિસ્તૃત થાઉં છું. તો જે મને વિસ્તૃત થવામાં મદદ કરે છે, તેને સ્ત્રી કહેવાય છે. દરેક સંસ્કૃત શબ્દને અર્થ હોય છે. શા માટે નારીને સ્ત્રી કહેવાય છે? કારણકે તે મદદ કરે છે, મને વિસ્તૃત કરવામાં. કેવું વિસ્તરણ? દેહાપત્ય કલાત્રાદીષુ (શ્રી.ભા. ૨.૧.૪). મને મારા બાળકો થાય છે. સૌ પ્રથમ હું મારા શરીર પ્રત્યે પ્રેમાળ હતો. પછી, જેવી મને એક પત્ની મળે છે, હું તેના પ્રત્યે પ્રેમાળ બનું છું. પછી, જેવા મને બાળકો થાય છે, હું બાળકો પ્રત્યે પ્રેમાળ બનું છું. આ રીતે હું આ ભૌતિક જગત પ્રત્યે મારી લાગણી વિસ્તૃત કરું છું. આ ભૌતિક જગત, આસક્તિ. તેની જરૂર નથી. તે એક વિદેશી વસ્તુ છે. આ ભૌતિક શરીર વિદેશી છે. હું આધ્યાત્મિક છું. હું આધ્યાત્મિક છું, અહમ બ્રહ્માસ્મિ. પણ કારણકે મારે ભૌતિક પ્રકૃતિ પર રાજ કરવું હતું, કૃષ્ણે મને આ શરીર આપ્યું છે. દૈવ નેત્રેણ (શ્રી.ભા. ૩.૩૧.૧). તેઓ તમને શરીર આપે છે. તેઓ તમને બ્રહ્માનું શરીર આપે છે, તેઓ તમને કીડીનું શરીર આપે છે - જેવુ તમે ઈચ્છો."
|