"કૃષ્ણ અસીમિત છે. જ્યારે તમે કૃષ્ણ સાથે તેમના ગોપીઓ સાથેના રાસ-નૃત્યમાં જોડાશો, અથવા ગોપાળ તરીકે, તેમની સાથે રમવા માટે, અથવા તેમના પિતા અથવા માતા બનશો, યશોદા, નંદ મહારાજ, યશોદારાણી, અથવા તેમના..., સેવક બનશો, અથવા પાણી બનશો, જેમ કે યમુના, અથવા વૃંદાવનની ભૂમિ અને વૃક્ષો અને ફળો અને ફૂલો, કોઈ પણ રીતે, અથવા ગાયો અને વાછરડાઓ... કૃષ્ણ સાથે જોડાશો. ત્યારે તમે આનંદ મેળવશો, સાચો આનંદ. આનંદમયો અભ્યાસાત (વેદાંત સૂત્ર ૧.૧.૧૨). સચ્ચિદાનંદ વિગ્રહ (બ્ર.સં. ૫.૧). તે વર્ણન છે આખા ભાગવતમમાં, કેવી રીતે કૃષ્ણના પાર્ષદો જીવનનો આનંદ મેળવે છે. કૃત પુણ્ય પુંજા: (શ્રી.ભા. ૧૦.૧૨.૭-૧૧). શુકદેવ ગોસ્વામીએ કહ્યું, 'આ છોકરાઓ કે જે કૃષ્ણ સાથે રમી રહ્યા છે, ઓહ, તેઓ સાધારણ બાળકો નથી'. કૃત પુણ્ય પુંજા: 'તેમણે લાખો અને કરોડો જન્મોના પુણ્ય કર્મો એકઠા કર્યા છે. હવે તેઓ કૃષ્ણ સાથે રમવા આવ્યા છે'. તો તે તક છે ભક્તિયોગમાં. કૃષ્ણ તમને પાછા લેવા માટે એટલા આતુર છે. શા માટે તમે આર્થિક વિકાસમાં સમયનો વ્યય કરો છો?"
|