"આપણે આ શરીરની કેટલી બધી કાળજી રાખીએ છીએ, પણ આ શરીરનો છેવટે અંત છે ક્યાં તો મળ, પૃથ્વી અથવા રાખ. તો મૂર્ખ વ્યક્તિઓ જે લોકો જીવનના શારીરિક ખ્યાલમાં છે, તેઓ વિચારે છે, 'છેવટે, આ શરીર સમાપ્ત થઈ જશે. જ્યાં સુધી આ શરીર છે, ઇન્દ્રિયો છે, ચાલો મજા કરીએ. શા માટે આટલા બધા પ્રતિબંધો - અવૈધ મૈથુન નહીં, જુગાર નહીં,...? આ બધુ બકવાસ છે. ચાલો જીવનની મજા માણીએ. આ નાસ્તિક જીવન છે. મૂર્ખ જીવન. તેઓ જાણતા નથી. તો શરીર જ સર્વેસર્વા નથી. આ સમજવાની સૌથી પહેલી શિક્ષા છે, આધ્યાત્મિક જીવન શું છે, આધ્યાત્મિક જ્ઞાન શું છે. પણ બધા ધૂર્તો, તેઓ જાણતા નથી. તેથી કૃષ્ણે સૌ પ્રથમ અર્જુનને ઠપકો આપ્યો: અશોચ્યાન અન્વશોચસ ત્વમ પ્રજ્ઞા વાદાન્શ ચ ભાષસે (ભ.ગી. ૨.૧૧). 'તું જાણતો નથી કે હકીકત શું છે, અને એક વિદ્વાન માણસની જેમ વાત કરી રહ્યો છે. જરા સમજવાનો પ્રયત્ન કર કે સત્ય શું છે.' ન ત્વ એવાહમ જાતુ (ભ.ગી. ૨.૧૨)."
|