GU/730821 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડનમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આજે આપણે બ્રહ્મસંહિતા ગાઈ છે, ચિંતામણી પ્રકર સદ્મસુ કલ્પ વૃક્ષ લક્ષા વૃતેશુ સુરભિર અભિપાલયંતમ (બ્ર.સં. ૫.૨૯). કૃષ્ણ ગાયોને ચરાવવામાં પ્રવૃત્ત છે. તેમને ગાયો ખૂબ જ ગમે છે. સુરભિ. તેઓ સાધારણ ગાયો નથી. આધ્યાત્મિક જગતમાં, બધુ જ આધ્યાત્મિક છે. તો એક ગ્રહ છે, ગોલોક નામ્ની. તે સર્વોચ્ચ ગ્રહ છે. ગોલોક નામ્ની નિજ ધામ્ની. તે વ્યક્તિગત ધામ છે. ગોલોક નામ્ની નિજ ધામ્ની તલે ચ તસ્ય (બ્ર.સં. ૫.૪૩). તે ગ્રહની નીચે, બીજા ગ્રહ લોકો છે. તેમને કહેવાય છે, દેવી ધામ, મહેશ ધામ, હરિ ધામ. હવે આ બ્રહ્માણ્ડ છે, આ ભૌતિક જગત, તે દેવી ધામ કહેવાય છે. દેવી ધામ. તે ભૌતિક શક્તિના નિયંત્રણ હેઠળ છે. સૃષ્ટિ સ્થિતિ પ્રલય સાધન શક્તિર એક છાયેવ યસ્ય ભુવનાની વિભર્તી દુર્ગા (બ્ર.સં. ૫.૪૪) આ શક્તિ પણ વ્યક્તિ છે, જેને દુર્ગાદેવી કહેવાય છે."
730821 - ભાષણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ, શ્રી શ્રી રાધા ગોકુલાનંદ - લંડન