"તો અહી તમારે સમજવું પડે કે નદી, દરિયો, પર્વતો અને વૃક્ષો અને લતાઓ, તેઓ તમારી ખૂબ જ નિયમિતપણે સેવા કરશે, જો તમે કૃષ્ણના આજ્ઞાકારી હોવ તો. આ પદ્ધતિ છે. ફલંતી ઔષધય: અત્યારે આપણે જાણતા નથી. જેવા આપણે રોગગ્રસ્ત થઈએ છીએ આપણે ડોક્ટર અથવા દવાની દુકાન પાસે જઈએ છીએ. પણ વનમાં, બધી જ ઔષધીઓ હોય છે. બધી જ ઔષધીઓ હોય છે. ફક્ત તમારે જાણવું પડે કે કઈ વનસ્પતિ કયા પ્રકારના રોગ માટે છે. ફલંતી ઔષધય: સર્વા:, અને કામમ અન્વૃતુ તસ્ય વૈ. અને ઋતુઓના બદલાવ પ્રમાણે, તમને ફળો મળશે, ફૂલો મળશે અને ઔષધીઓ અને બધુ જ. મહારાજ યુધિષ્ઠિરના સમય દરમ્યાન પ્રકૃતિ દ્વારા બધી જ વસ્તુઓ પૂરી પાડવામાં આવતી હતી કારણકે મહારાજ યુધિષ્ઠિર કૃષ્ણ ભાવનાભાવિત હતા, અને તેમણે તેમના રાજ્યમાં બધા જ નાગરિકોને કૃષ્ણ ભાવનાભાવિત બનાવી રાખ્યા હતા."
|