GU/730829 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડનમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો કર્મવાદ, કે તમે તમારી નૈતિકતાનું પાલન કરો તો તમને સારા પરિણામો મળશે... પણ નૈતિકતા ક્યાં છે? કારણકે તમે ભગવાનની અવજ્ઞા કરો છો. તમારા જીવનની શરૂઆતમાં, તમે અનૈતિક છો. તમે સૌથી મહાન અધિકારીની અવજ્ઞા કરો છો. બીજું ઉદાહરણ છે, એક કથા, કે એક ચોરોની ટુકડી, તેમણે અલગ અલગ ઘરોમાથી થોડી સંપત્તિની ચોરી કરી, પછી ગામની બહાર તેઓ લૂંટને વહેચતા હતા. તો એક ચોરે કહે છે, 'મહેરબાની કરીને નૈતિકતાથી વિભાજન કરો જેથી કોઈ વ્યક્તિ છેતરાય નહીં'. હવે જરા કલ્પના કરો, સંપત્તિ ચોરીની છે. ત્યારે નૈતિકતા ક્યાં છે? પણ વિભાજન કરતી વખતે, તેઓ નૈતિકતા વિશે વિચારી રહ્યા છે. મૂળ સિદ્ધાંત જ અનૈતિકતા છે. તમે નૈતિકતા ક્યાથી લાવી શકો? તેવી જ રીતે, વેદિક આજ્ઞા પ્રમાણે, ઈશાવાસ્યમ ઈદમ સર્વમ (ઇશોપનિષદ ૧): બધુ જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું છે. તે તેમની સંપત્તિ છે. તો આખો ગ્રહ ભગવાનની સંપત્તિ છે, આખું બ્રહ્માણ્ડ ભગવાનની સંપત્તિ છે. પણ જ્યારે તમે દાવો કરો છો કે 'આ મારી સંપત્તિ છે' તો નૈતિકતા ક્યાં છે?"
730829 - ભાષણ ભ.ગી. ૨.૨૬-૨૭ - લંડન