GU/730907b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સ્ટોકહોમ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તે કૃષ્ણ ભાવનામૃત આંદોલનની વ્યાખ્યા છે: સર્વોપાધિ-વિનિર્મુક્તમ તત્-પરત્વેન નિર્મલમ્, ઋષિકેણ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦), આનુકૂલ્યેન કૃષ્ણાનુશીલનમ ભક્તિર ઉત્તમા (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૬૭). ભક્તિ, ભક્તિ સેવા, પ્રથમ વર્ગની ભક્તિ સેવા, ત્યારે પ્રાપ્ત થાય છે જયારે વ્યક્તિ બધીજ ઉપાધિઓમાંથી મુક્ત થાય છે. જ્યા સુધી વ્યક્તિ ઉપાધિના સ્તર પર વિચારે છે, "હું અમેરિકન છું," "હું ભારતીય છું," "હું અંગ્રેજ છું," "હું જર્મન છું," "હું કાળો છું," "હું સફેદ છું," અને... ના. તમારે પોતે અનુભવવું પડશે. અનુભવવું નહીં; વ્યાવહારીક પ્રશિક્ષણ કે, "હું આત્મા છું. હું પરમ ભગવાનનો શાશ્વત અંશ છું." જ્યારે તમે આ પદ પર આવો છો, ત્યારે તેને સર્વોપાધિ-વિનિર્મુક્તમ કહેવામાં આવે છે, બધી જ ઉપાધિઓમાંથી મુક્ત."
730907 - ઉપ્પસાલા યુનિવર્સિટી વિદ્યાર્થીની સભાને ભ.ગી ૧૮.૪૧ પર ભાષણ - સ્ટોકહોમ‎