"આ ભૌતિક શરીર મારૂ આવરણ છે, જેમ કે શર્ટ અને કોટ. તો... હવે હું અસ્તિત્વમાં છું. એક યા બીજી રીતે, હું આ ભૌતિક શરીરમાં કેદ છું, પણ હું આધ્યાત્મિક આત્મા છું. તે આધ્યાત્મિક શક્તિ છે. અને જેમ આ ભૌતિક જગત ભૌતિક તત્વોનું બનેલું છે, તેવી જ રીતે, બીજું એક જગત છે, તે માહિતી તમે ભગવદ ગીતામાથી મેળવી શકો છો, પરસ તસ્માત તુ ભાવો અન્યો અવ્યક્તો અવ્યક્તાત સનાતન: (ભ.ગી. ૮.૨૦). બીજી એક પ્રકૃતિ છે, પ્રકૃતિનું બીજું પ્રાકટ્ય, તે આધ્યાત્મિક છે. શું ફરક છે? ફરક છે કે જ્યારે આ ભૌતિક જગતનો વિનાશ થશે, તે રહેશે. જેમ કે હું આધ્યાત્મિક આત્મા છું. જ્યારે આ શરીર સમાપ્ત થશે, હું સમાપ્ત નહીં થાઉં, ન હન્યતે હન્યમાને શરીરે (ભ.ગી. ૨.૨૦). આ શરીરના વિનાશ પછી, આત્મા સમાપ્ત નથી થતો. આત્મા સૂક્ષ્મ શરીરમાં રહે છે: મન, બુદ્ધિ, અહંકાર. તો તે મન, બુદ્ધિ અને અહંકાર, તે તેને બીજા સ્થૂળ શરીરમાં લઈ જાય છે. તેને આત્માનું સ્થાનાંતર કહેવાય છે."
|