"તમારી માતાના ગર્ભમાથી બહાર આવ્યા પહેલા, તમારી માતા અથવા પિતા દ્વારા મૃત્યુ પણ થઈ શકે. કારણકે તે આંદોલન ચાલી રહ્યું છે, ગર્ભપાત. તો ભલે તમે એક ધનવાન માતાના ગર્ભમાં છો કે ગરીબ માતાના ગર્ભમાં કે શ્યામ માતા કે શ્વેત માતા અથવા વિદ્વાન માતા કે મૂર્ખ માતા, માતાની અંદર રહેવાની પીડા એક સમાન છે. એવું નથી કે કારણકે તમે એક ધનવાન માતાના ગર્ભમાં રહો છો, તેથી ગર્ભમાં રહેવાની કોઈ પીડા જ નહીં થાય. તે જ પીડા થશે. તો જન્મ. પછી ફરીથી, જેવા તમે કોઈ ભૌતિક શરીર ધારણ કરો છો, તમારે શારીરિક કષ્ટો અને આનંદોને સહન કરવા પડશે. પછી, મૃત્યુ સમયે, તે જ પીડાજનક સ્થિતિ. તો તેનો ફરક નથી પડતો કે વ્યક્તિ ધનવાન છે, વ્યક્તિ ગરીબ છે, ભૌતિક સ્થિતિ, બંનેને સહન કરવી જ પડશે."
|