"તો વ્યક્તિએ સમજવું પડે. દુર્ભાગ્યે, વર્તમાન સમયમાં લોકો એટલા મૂર્ખ છે કે તેઓ આગલા જીવનમાં પણ માનતા નથી. મૂઢ. ભગવાન અને કૃષ્ણને સમજવાની વાત જ ક્યાં છે, તેમની પાસે આધ્યાત્મિક જ્ઞાનનો મૂળ સિદ્ધાંત પણ નથી. આધ્યાત્મિક જ્ઞાનનો મૂળ સિદ્ધાંત છે એ સમજવું કે, 'હું આ શરીર નથી. હું આત્મા છું. અત્યારે હું આ ભૌતિક સ્થિતિમાં પડ્યો છું, અને તેથી, મારી જુદી જુદી ઇચ્છાઓ અનુસાર, હું વિવિધ પ્રકારનાં શરીર સ્વીકારું છું અને આખા બ્રહ્માંડમાં ભટકતો રહ્યો છું - ક્યારેક આ શરીર, ક્યારેક તે શરીર, ક્યારેક આ ગ્રહમાં, તો ક્યારેક અન્ય ગ્રહમાં. આ મારા જીવનની કમનસીબ સ્થિતિ બની ગઈ છે."
|