"તો આ સમસ્ત પૃથ્વી આ પાંચ તત્વો, સ્થૂળ તત્વો, ની રચના છે. તો તે કૃષ્ણની સંપત્તિ છે. આપણે કેવી રીતે દાવો કરી શકીએ કે "આ આપણી સંપત્તિ છે "? તે ભ્રમ છે. આપણે દાવો કરી રહ્યા છીએ," આ ભાગ અમેરિકન છે," "આ ભાગ ભારતીય છે," "આ ભાગ પાકિસ્તાની છે," પરંતુ આપણે જાણતા નથી કે કોઈ ભાગ આપણો નથી, બધું કૃષ્ણનું છે. વ્યાવહારિક હેતુ માટે, જો આપણે સ્વીકારીએ કે આખું વિશ્વ કૃષ્ણ, ભગવાનનું છે, અને આપણે ભગવાનની સંતાન છીએ, તો આપણને પિતાની સંપત્તિનો ઉપયોગ કરવાનો અધિકાર મળ્યો છે, જેથી તમે ઉપયોગ કરી શકો. પરંતુ મુશ્કેલી એ છે કે આપણે દાવો કરી રહ્યા છીએ કે "આ ભાગ મારો છે, આ ભાગ મારો છે." પરંતુ જો આપણે આવો દાવો ન કરીએ... બધું ભગવાનનું છે."
|