GU/731007 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"જેમ કે પ્રહ્લાદ મહારાજ, તેઓ માત્ર પાંચ વર્ષના બાળક હતા, અને તેમના પિતા હંમેશાં તેમને દંડિત કરતા, કારણ કે તેમનો એકમાત્ર દોષ હતો કે તેઓ હરે કૃષ્ણ મંત્રનો જપ કરતા. તો વિશ્વ આવી રીતનું જ બનેલું છે, રાક્ષસોથી ભરેલું, કે ફક્ત હરે કૃષ્ણ મંત્રનો જપ કરવાના તમારા દોષથી તમારા ઘણા બધા દુશ્મનો હશે, તમારા પિતા પણ. આ સ્થિતિ છે. ફક્ત આ જ દોષને કારણે, કે આપણે હરે કૃષ્ણ મંત્રનો જપ કરીએ છીએ, આપણને ઘણા બધા દુશ્મનો છે. આ જ વિશ્વ છે." |
731007 - ભાષણ ભ.ગી. ૧૩.૧૪ - મુંબઈ |