"હું તમને, તમારા હાથ અને પગ અને માથાને જોઈ રહ્યો છું, પરંતુ હું વાસ્તવમાં તમને જોઈ રહ્યો નથી. તમે મને જોઈ રહ્યા છો, તમે મારા હાથ અને પગ જોઈ રહ્યા છો, પણ તમે મને જોતા નથી. તો આત્માનો નાનો કણ, જે ભગવાનનો અંશ છે, તેને પણ આપણે જોઈ શકતા નથી. આપણે ભગવાનને કેવી રીતે જોઈ શકીએ? એક નાનો કણ પણ, મમૈવાંશો જીવ-ભૂતઃ (ભ.ગી. ૧૫.૭). બધા જીવો કૃષ્ણના અંશ છે. જેમ કે સમુદ્રના પાણીના એક ટીપાને પણ આપણે ઓળખી ન શકીએ તો, આપણે સમુદ્રને કેવી રીતે ઓળખી શકીએ? એ જ રીતે, આપણે જીવો, આપણે ફક્ત આત્મા, કૃષ્ણ, ના નાના કણો છીએ. મમૈવાંશો જીવ-ભૂતઃ. તો આપણે જોઈ ન શકીએ."
|